Coconut and pulp Laddu | નારિયેળ અને માવાના લાડુ

Visited 401 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-2 નંગ પાણીવાળા ભીના નારિયેળ
-50 ગ્રામ બદામ પિસ્તા કતરણ
-600 ગ્રામ દૂધ
-150 ગ્રામ માવો
-400 ગ્રામ ખાંડ
-1 મોટી ચમચી ઘી
-ઈલાયચી પાવડર
-કેસરના તાંતણા

રીત-

નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનું કોપરૂં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો. ત્યાર બાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાઈમાં માવો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોળ-ગોળ લાડુ બનાવી લો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-home-made-ladoo-recipe-for-weekend-special-5001824-PHO.html?seq=3

Related Listings

સામગ્રી- 11/2 કપ માવો 1/2 કપ ખાંડ 2 ચમચા ઘી 1 ચપટી એલચી પાઉડર બદામ અને પિસ્તા ગાર્નિશીંગ માટે રીત- સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ… Read more…

Add a Review

Rate this by clicking a star below: