સામગ્રી-
-1 કપ ઝીણી સમારેલી ડુંગળી
-1 નંગ મકાઈનું છીણ
-2 નંગ લીલા મરચાં ઝીણા સમારેલા
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ચપટી હિંગ
-1/2 કપ ચણાનો લોટ
-1/4 ટી સ્પૂન ખાવાનો સોડા
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
-કોથમીર
રીત-
સૌપ્રથમ બધી જ સામગ્રીને એક મોટા મિક્ષિંગ બાઉલમાં બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને ભજીયા માટેનું ખીરૂં તૈયાર કરો. આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકો. ગરમ તેલમાં નાના-નાના પકોડા પાથરો. આ પકોડાને લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળો. ગરમા-ગરમ પકોડાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો.
Source By: Divyabhaskar
http://www.divyabhaskar.co.in/news/REC-INE-this-are-the-simple-recipe-for-the-healthy-breakfast-and-lunchbox-5114122-PHO.html?seq=5