Cream Camacama | મલાઈ ચમચમ

Visited 791 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

ચમચમ માટે-
-2 કપ પનીર
-2 કપ ખાંડ
-4 થી 5 કપ પાણી
-1/2 ટી સ્પૂન કેસર

મલાઈ સ્ટફિંગ માટે-
-2 થી 3 કપ દૂધ
-2 કપ ખાંડ
-1 ટી સ્પૂન ઈલાયચી પાવડર

ગાર્નિશીંગ માટે-
-1 ટેબલસ્પૂન પિસ્તા સમારેલા
-3 થી 4 બદામ સમારેલી
-1 ચપટી કેસર

રીત-

સૌપ્રથમ એક બાઉલમાં પનીર લઈને તેને મસલો. પનીર એકદમ સોફ્ટ અને સુંવાળું બની જાય ત્યાં સુધી મસળો. જો પનીર કડક લાગતું હોય તો તેમાં થોડુંક ગરમ પાણી ઉમેરીને તેને સોફ્ટ બનાવો. હવે આ પનીરને એકસરખા ભાગમાં વહેંચી દો. ત્યાર બાદ તેમાંથી નાના ગોળા તૈયાર કરો. હવે આ ગોળાને એક પ્લેટમાં મૂકીને એકબાજુ મૂકી દો. આ પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ અને કેસર ઉમેરીને હલાવો. મધ્યમ તાપે તેમાંથી ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં પનીરના બોલ ધીમેથી ઉમેરો. ધીમેથી હલાવીને તેને ઉકળવા દો. એકાદ મિનિટ માટે ઉકાળીને ગેસ ધીમો કરી દો. ત્યાર બાદ પેનને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે તેને ચઢવા દો. પનીર બોલ ચાસણી ચૂસીને ફૂલી જશે. વચ્ચે-વચ્ચે પેનને ખોલીને ચેક કરી લો. પનીર બોલ એટલે કે ચમચમ ચઢી જઈને એકદમ સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેને ઠંડા થવા દો. હવે ચપ્પા વડે સાચવીને ચમચમમાં વચ્ચે કટ કરી લો. હવે તેમાં મલાઈ સ્ટફિંગ ભરી દો. મલાઈ ચમચમ તૈયાર છે. તેને પિસ્તા, બદામ અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-recipes-of-sweets-made-with-milk-4972978-PHO.html?seq=3

Related Listings

સામગ્રી 3 ½ પાણી નિતારેલુ તાજુ દહી 2 કેરી સમારેલી 4-5 એલચીનો પાઉડર 1 ચપટી કેસર ½ કપ ખાંડ (સ્વાદ મુજબ) રીત કેરીની પ્યુરી બનાવીને તેને નિતારેલા… Read more…

સામગ્રી 250 ગ્રામ ચણાનો લોટ 200 ગ્રામ ઘી દૂધ 300 ગ્રામ ખાંડ કેસર પીળો રંગ એલચી ચારોળી બદામ પિસ્તા રીત ચણાના લોટમાં 4 ચમચા દુધ અને 2… Read more…

Add a Review

Rate this by clicking a star below: