Cucumber channa dal | કાકડી ચણાની દાળ

Visited 457 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-3/4 કપ ચણાની દાળ
-1/2 કપ કાકડીના ઝીણા ટુકડાં
-1 ટી સ્પૂન જીરૂં
-1 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ટી સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
-હળદર
-કોથમીર

રીત-

સૌપ્રથમ દાળને બરાબર ધોઈને એક કલાક માટે પલાણી રાખો. ત્યાર બાદ પ્રેશર કૂકરને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં દાળ નાખીને ચારેક સીટી વગાડી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં બાફેલી દાળ, આદું-મરચાંની પેસ્ટ, હળદર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર હલાવો. ત્રણેક મિનિટ માટે દાળને ચઢવા દો. હવે તેમાં કાકડીના ટુકડા અને મીઠું નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. લગભગ પંદરેક મિનિટ સુધી ઉકળવા દો. જરૂર પડે તો પાણી નાખીને ફરીથી ઉકળવા દેવી. છેલ્લે કોથમીર નાખીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-15-types-of-law-calory-food-recipe-which-fills-your-tummy-4976489-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -1/2 કપ રાજમા -4 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ -1/2 ઈંચનો આદુંનો ટુકડો -2 નંગ લીલા મરચાં -1 ચપટી હિંગ -મીઠું સ્વાદાનુસાર વઘાર માટે- -2 ટીસ્પૂન તેલ -3/4… Read more…

Add a Review

Rate this by clicking a star below: