Dahinvalu Ginger Eggplant Vegetables | દહીંવાળુ આદુ-રીંગણનું શાક

Visited 572 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 રીંગણ મોટુ
1 ચમચો નાળીયેર
2 લીલા મરચા સમારેલા
1 ઈંચ આદુના ટુકડાનું છીણ
1 કપ દહીં
મીઠુ સ્વાદ મુજબ
1 ચમચી તેલ
½ ચમચી રાઈ
½ ચમચી અડદ દાળ
1 ચપટી હિંગ
4-5 મીઠા લીમડાના પાન
2-3 ચમચા કોથમીર

રીત
રીંગણને ધોઈને તેને સમારીને 10 મિનીટ પાણીમાં રહેવા દો. પ્રેશર કુકરમાં પાણી ભરી તેના પર પ્લેટ મુકીને તેમાં પાણી વિના જ રીંગણ મુકીને વરાળે 5-6 મિનીટ બાફી લો. નાળીયેર સાથે બે ચમચા પાણી મિક્સ કરીને ગ્રાઈન્ડરમાં સ્મુધ પેસ્ટ બનાવી લો. હવે એક બાઉલમાં બાફેલા રીંગણ, નાળીયેરની પેસ્ટ અને આદુનું છીણ મિક્સ કરો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને અડદની દાળનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચા મિક્સ કરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં દહીં અને મીઠુ ઉમેરો આ મિશ્રણને બાફેલા રીંગણ સાથે સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-many-type-of-dahi-subzi-or-curd-curry-recipe-5074754-PHO.html?seq=7

Related Listings

સામગ્રી 250 ગ્રામ તુવેર દાળ 200 ગ્રામ ભીંડી 50 ગ્રામ કોબીફ્લાવર (ટુકડામાં સમારેલી) 50 ગ્રામ વાલોળ (ટુકડામાં સમારેલી) 1 સરગવાની સિંગ (ટુકડા કરેલી) 1 નંગ બટાટું (છાલ… Read more…

Add a Review

Rate this by clicking a star below: