Dal dhokali | દાળ ઢોકળી

Visited 552 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
દાળ માટે:
1 1/2 કપ તુવેર દાળ (બાફીને પીસેલી)
2 મધ્યમ કદના ટમેટા સમારેલા
1/2 કપ બાફેલી સિંગ
1/2 ચમચી આદુની પેસ્ટ
2-3 લીલા મરચા
8-10 મીઠા લીમડાના પાન
1 ચમચો ગોળ
1 ચમચો આંમલીનો પલ્પ
1 ચમચી લાલ મરચાનો પાવડર
1 ચમચી રજવાડી ગરમ મસાલો
1 ચમચો સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
2 ચમચા તેલ
1 ચમચી રાઈ
1/4 ચમચી જીરુ
1/4 ચમચી હીંગ
1/4 ચમચી હળદર

ઢોકળી માટે
1 1/2 કપ ઘઊંનો લોટ
1/2 કપ બેસન
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચો ધાણાજીરુ
1 ચપટી હીંગ
1 ચમચી હળદર
2 ચમચા તેલ
1/2 ચમચી લાલ મરચાનો પાવડર
કણક બાંધવા માટે પાણી

રીત:
ઢોકળી માટેની બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી સાથે નરમ કણક બાંધો. કણક બાંધ્યા પછી થોડું તેલ લઈને તેને વધુ નરમ બનાવી શકાય છે. તેને ઢાંકીને
બાજુ પર રાખી દો.
દાળ માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાયજીરુ ઉમેરીને તેને તતળવા દો. તેમાં હીંગ, હળદર, લાલ મરચાનો પાવડર અને પીસેલી દાળ ઉમેરીને 1 મિનીટ
પકાવો. પછી તેમાંપાણી,મીઠું, મસાલો, આદુ, લીલા મરચા, લીમડાના પાન, ટમેટા, ગોળ, આંમલીનો પલ્પ અને બાફેલી સિંગ ઉમેરો. હવે દાળને મધ્યમ આંચ પર
ઉકળવા દો. હવે બાંધેલા કણકમાંથી ગોળ પાતળી રોટલી વણો અને તેને તવા પર તેલ વગર અધકચરી શેકી લો. આ દરેક રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો
અને તેને ઉકળતી દાળમાં ઉમેરો, 5 મિનીટ સુધી ઉકળવા દો. – કોથમિરથી ગાર્નિશ કરીને દેશી ઘી સાથે સર્વ કરો

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-gujarati-recipe-on-gujarat-day-4980294-PHO.html?seq=4

Related Listings

સામગ્રી- -200 ગ્રામ પનીર -250 ગ્રામ લીલા વટાણા -3 નંગ મોટી ડુંગળી -3 થી 4 કળી લસણ -1 આદુંનો ટુકડો -1 નંગ તમાલપત્ર -1 મોટો ટુકડો તજનો… Read more…

સામગ્રી અઢીસો ગ્રામ નાના સુરતી રવૈયા અઢીસો ગ્રામ નાની બટાકી બે ચમચા શેકેલો ચણાનો લોટ બે ચમચા શેકેલી સીંગનો ભૂકો ત્રણ ચમચા કોપરાનું છીણ ત્રણ ચમચા ગોળ… Read more…

Add a Review

Rate this by clicking a star below: