સામગ્રી
1 દુધી સમારેલી
1 ઈંચ આદુનો ટુકડો
1 જુડી પુદીનાના પાન
સિંધાલૂણ સ્વાદમુજબ
2 લીંબુનો રસ
મધ કે ગોળ (ઈચ્છો તો)
રીત
દુધી અને પુદીનાના પાનને મિક્સર જારમાં લઈ લો. સાથે આદુનો ટુકડો, લીંબુનો રસ અને સિંધાલૂણ મિક્સ કરો અને તેમાં થોડુ પાણી પણ રેડો. હવે તેને ક્રશ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગાળીને જ્યુસ કાઢી લો. આ જ્યુસમાં જરૂર મુજબ થોડુ કે વધારે પાણી ઉમેરી શકો છો. ટેસ્ટ મુજબ ગોળ કે મધ પણ ઉમેરી શકો છો. તૈયાર છે દુધી અને પુદીનાનો જ્યુસ
Source By: Divyabhaskar
http://www.divyabhaskar.co.in/news/REC-various-types-of-mixed-vegetables-juice-recipe-4973769-PHO.html?seq=6