Dudhina kofata | દુધીના કોફતા

Visited 494 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
કોફતા માટે
500 ગ્રામ દુધી છીણેલી
50 ગ્રામ બેસ
½ લીલુ મરચું સમારેલુ
½ ઈંચ આદુનો ટુકડો
2 ચપટી લાલ મરચું
1 ચમચો સમારેલી કોથમીર
મીઠુ સ્વાદ મુજબ

રીત
એક વાસણમાં દુધીનું છીણ, લીલા મરચા, આદુ, લાલ મરચુ, કોથમીર, બેસન અને મીઠુ મિક્સ કરી લો. આ મિશ્રણને 10 મિનીટ માટે સાઈડમાં મુકી દો. પછી તેમાંથી કોફતા બનાવી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં કોફતા તળી લો.

ગ્રેવી માટે
2-3 ટમેટા
2-3 લીલા મરચા
1 ઈંચ આદુનો ટુકડો
½ કપ દહીં
½ કપ મલાઈ
1 -2 ચમચા તેલ
1 ચપટી હિંગ
¼ ચમચી જીરૂ
½ ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ
¼ ચમચી ગરમ મસાલો
1 ચમચો કોથમીર
મીઠુ સ્વાદ મુજબ

રીત
ટમેટા, લીલા મરચા અને આદુને મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં હળદર, ધાણાજીરૂ અને લાલ મરચુ મિક્સ કરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ મિક્સ કરી લો. તેને થોડીવાર પકાવો. તેલ ઉપર આવી જાય પછી તેમાં દહી અને મલાઈ ફેંટીને મિક્સ કરો. તેને 3-4 મિનીટ પકાવો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને પકાવો. આ સમયે તેને હલાવતા રહો. ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં મીઠુ અને ગરમ મસાલો મિક્સ કરો. પછી તેમાં કોફતા મિક્સ કરી 1-2 મિનીટ પકાવો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

Source By: Divyabhaskarhttp://www.divyabhaskar.co.in/news/REC-GUR-various-type-of-kofta-curry-recipe-5000658-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -200 ગ્રામ મોળું દહીં -100 ગ્રામ ચણાનો લોટ -200 ગ્રામ મેથી -મીઠું સ્વાદાનુસાર -લીલું મરચું -હળદર -તેલ -ખાંડ રીત- મેથીને સમારી, ધોઈને નીતરવા મૂકી દો. Read more…

Add a Review

Rate this by clicking a star below: