Brinjal Dry Vegetables | રીંગણનું ડ્રાય શાક

Visited 573 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
દસ-બાર નાના રીંગણ
બે ચમચા તેલ
પા ચમચી રાઈ
મીઠું સ્વાદાનુસાર
મીઠો લીમડો

મસાલા માટે
એક ચમચો આખા ધાણા
પાંચ-છ લાલ મરચાં
એક ચમચો ચણા દાળ
એક ચમચી અડદની દાળ
બે ચમચા સૂકા નારિયેળની છીણ

રીત
સૌપ્રથમ રીંગણ પરના ડીંટા કાઢી નાખી તેને કટકા કરી લો. ત્યાર બાદ તેને પાણીમાં સમારો જેથી કરીને કાળા ન પડે. હવે જેટલી પણ મસાલા માટેની સામગ્રી છે તેને ડ્રાય રોસ્ટ કરી લો. બધી જ સામગ્રી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેને ઠંડી થવા દો. હવે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને એકદમ સરસ પાઉડર બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં રીંગણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું, હળદર અને તૈયાર કરેલો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરીને ધીમા તાપે ચઢવા દેવુ જોઈએ. શાકને 10 થી 15 મિનિટ માટે ચઢવા દો. વચ્ચેવચ્ચે હલાવતા રહો. શાક બરાબર ચઢીને રોસ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલનું રીંગણનું રોસ્ટેડ શાક. જેને તમે તળેલા મીઠા લીમડાથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. સાઉથ ઈન્ડિયન રાઈસ સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-7-days-7-curry-whole-week-planning-recipe-5096871-PHO.html?seq=6

Related Listings

Add a Review

Rate this by clicking a star below: