Potatoes Flower Mathieu Shak| બટાટા ફ્લાવર મેથીનું શાક

Visited 559 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-2 મધ્યમ કદના બટાટા
-100 ગ્રામ ફ્લાવર
-1 કપ ફ્રેશ મેથી સમારેલી
-11/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-1/2 ટીસ્પૂન જીરૂં
-1 ચપટી હિંગ
-1/4 ટીસ્પૂન કસૂરી મેથી
-1/4 ટીસ્પૂન હિંગ
-1/4 ટીસ્પૂન આમચૂર પાવડર
-1/2 ટીસ્પૂન ધાણા પાવડર
-11/2 ટીસ્પૂન ચાટ મસાલો
-21/5 ટેબલસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ બધા જ શાકભાજીને સરસ રીતે ધોઈ લો. ત્યાર બાદ બટાટાની છાલ કાઢીને તેને કટ કરી લો. ફ્લાવરને સમીરી લો. અને મેથીને પણ સારી રીતે ધોઈને, નીતારીને ઝીણી સમારી લો. એક પેનમાં મીઠાવાળું પાણી ઉકાળો. તેમાં બટાટા અને ફ્લાવાર ઉમેરીને ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. પેનને ઢાંકી રાખો. શાકભાજી તેમાં અંદર જ 4 થી 5 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને નીતારી લો. હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એઠલે તેમાં હિંગ ઉમેરીને થોડીક સેકન્ડ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને 15 થી 20 સેકન્ડ માટે ધીમા તાપે સાંતળો. ત્યાર બાદ તેમાં અધકચરા બાફેલા બટાટા અને ફ્લાવર ઉમેરીને બરાબર મિક્ષ કરો. બટાટા અને ફ્લાવર લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મેથી ઉમેરીને બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં બધા જ મસાલા એક પછી એક ઉમેરતા જાવ. હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને આમચૂર પાવડર વગેરે. છેલ્લે મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે શાકને ચઢવા દો. મેથી બરાબર ચઢી જાય ત્યાં સુધી. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. છેલ્લે તેમાં ચાટ મસાલો છાંટીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો. ગરમા-ગરમ સબ્જીને ચપાટી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-various-type-of-traditional-and-tasty-gujarati-subzi-recipe-5012149-PHO.html?seq=3

Related Listings

સામગ્રી 100 ગ્રામ ચણાદાળ 50 ગ્રામ મગદાળ ½ કપ સમારેલી ડુંગળી ¼ કપ લીલી કોથમીર 2 ચમચી સમારેલા લીલા મરચા મીઠુ સ્વાદ મુજબ 1 ચમચી અનારદાના પાઉડર… Read more…

Add a Review

Rate this by clicking a star below: