Palak Bhajiyam | પાલક ભજિયાં

Visited 634 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-1 ઝૂડી પાલકની ભાજી

ખીરું માટે-
-1/2 કપ ચણાનો લોટ
-1/2 ટી સ્પૂન હળદર
-1 ટી સ્પૂન લાલ મરચાંની ભૂકી
-1/2 ટી સ્પૂન ધાણાજીરું
-1 ટી સ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
-પાણી જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે

રીત-

સૌપ્રથમ પાલકની ભાજી સાફ કરી એનાં ફક્ત પાન લઈ લો. પાન સારી રીતે સૂકાં કરી દેવાં. ખાસ ધ્યાન રાખજો કે પાન એકદમ સૂકાં હોવાં જોઈએ નહીં તો ભીનાં પાનને લીધે ભજિયાં ક્રિસ્પી નહીં લાગે. લાંબાં ભજિયાં ગમતાં હોય તો પાનને આખાં જ રાખો. નાનાં ભજિયાં માટે પાનનાં બે કે ત્રણ ટુકડા કરો. હવે એક બાઉલમાં ખીરું બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરો. ધીમે-ધીમે પાણી ઉમેરતા જઈ જાડી પેસ્ટ તૈયાર કરો. આખેઆખાં પાલકનાં પાન પર ખીરાનું કોટિંગ થઈ શકે એટલું જાડું ખીરું હોવું જરૂરી છે. તૈયાર થયેલા ખીરાને ૧૫ મિનિટ માટે સાઇડ પર મૂકી દો. તેલને ફાસ્ટ તાપે ગરમ કરવા મૂકો. પાલકનાં પાનને ખીરાની અંદર આખું બોળી ગરમ થયેલા તેલમાં તળવા મૂકો. તાપ ધીમો કરો. બન્ને સાઇડથી સરખાં તળાય એટલે બહાર કાઢી ટૉમેટો સૉસ અને કોથમીરની ચટણી સાથે ગરમ- ગરમ સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-13-type-of-palak-recipe-for-healthy-and-tasty-food-4993041-PHO.html?seq=2

Related Listings

સામગ્રી- પડ માટે- -2 કપ મેંદો -1/4 કપ ઘી પીગળેલું -મીઠું સ્વાદાનુસાર પૂરણ માટે- -2 કપ ડુંગળી સમારેલી -1 ટી સ્પૂન કલોંજી(કાળા તલ) -2 ટી સ્પૂન વરિયાળી… Read more…

Add a Review

Rate this by clicking a star below: