Fruit Custard | ફ્રુટ કસ્ટર્ડ

Visited 352 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
200 ગ્રામ દ્રાક્ષ
1 દાડમ
1 સફરજન
1 કપ ક્રિમ
150 ગ્રામ દળેલી ખાંડ
¼ કપ વેનિલા કસ્ટર્ડ
1 લીટર ફુલ ક્રિમ દુધ

રીત
એક વાસણમાં દુધને ઉકાળો. ¾ કપ દુધ ઠંડુ રહેવા દો. ઠંડા દુધમાં કસ્ટર્ડને ઓગાળી લો. દુધ ઉકળી જાય એટલે તેમાં કસ્ટર્ડવાળુ ઠંડુ દુધ મિક્સ કરી લો. તેમાં ખાંડ પણ ઉમેરી દો. આ મિશ્રણને સતત હલાવતા રહીને 10 મિનીટ દુધ ઉકળવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેમાં ક્રિમ અને સમારેલા ફ્રુટ્સ મિક્સ કરી દો. દુધ થોડુ ઠંડુ થાય એટલે તેને ફ્રિજમાં 2-3 કલાક રહેવા દો. મહેમાનોને તે ઠંડુ જ સર્વ કરો.

નોંધઃ આમાં તમે ઈચ્છો તે મનપસંદ ફ્રુટ્સ મિક્સ કરી શકો છો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-eid-and-kutchi-new-year-special-sweets-recipe-for-guests-5056614-PHO.html?seq=4

Related Listings

સામગ્રી 2 છોલેલી અને સુધારેલી કાકડી 1/2 સફરજન 1/4 કપ પાણી 1/4 કપ ફૂદીનાના પાન રીત દરેક સામગ્રીને મિક્સરમાં મિક્સ કરીને ચર્ન કરો અને સ્મૂઘ થાય ત્યાં… Read more…

Add a Review

Rate this by clicking a star below: