Healthy Face Skin: 10 Fruits Which Can Give You Healthy Skin ચહેરાને હમેશા યુવાન ને હેલ્ધી રાખવા, અત્યંત જરૂરી આ વસ્તુઓ રોજ ખાઓ

Visited 452 times, 2 Visits today

View Location in Map

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરૂષ ચહેરો અને તેની ત્વચા કઈ રીતે સ્વસ્થ અને સુંદર બને તે માટે ઘણાં ઉપાય અને અખતરા અજમાવતા હોય છે પરંતુ અસ્ત-વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી આદતોને કારણે સુંદર અને સ્વસ્થ ત્વચા મેળવવી મુશ્કેલ બની જાય છે. ત્વચા અને ચહેરાની સુંદરતા અને યુવાની જાળવવી હોય તો સૌથી જરૂરી છે કે તમે તમારા ડાયટમાં કેટલાક ફ્રુટ્સને સામેલ કરો કારણ કે ફ્રુટ્સનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે જે ત્વચાને હમેશા હેલ્ધી, યુવાન, સ્મૂધ અને ખીલેલી રાખે છે. જેથી આજે અમે ખાસ તમારા ચહેરાને હમેશાં સુરક્ષિત, યુવાન અને હેલ્ધી રાખે એવા કેટલાક ખાસ ફ્રુટ્સ વિશે બતાવીશું. જે ખાવાથી તમે ચહેરાની સ્કિન સંબંધી સમસ્યાઓથી હમેશા બચીને રહેશો.
દ્રાક્ષ સ્મૂધ સ્કિન માટે-
દ્રાક્ષમાં ફ્લેવોનોયડ્સની માત્રા વધારે હોય છે. જે સ્કિન અને હેલ્થ બન્ને માટે સારું ગણાય છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટિઈફ્લેમેટરી ગુણ પણ હોય છે. આ કારણે જ દ્રાક્ષનું જ્યુસ પીવાથી ચહેરા પરથી ખીલ ગાયબ થઈ જાય છે અને તેના ડાઘ પણ ઓછા થઈ જતા હોય છે. આ સિવાય દ્રાક્ષમાં હાઈડ્રોક્સિલ એસિડ પણ હોય છે. જે સ્કિનને સ્મૂધ બનાવવામાં અને કરચલી મુક્ત બનાવવામાં મદદ કરે છે.
કેળા કોમળ સ્કિન માટે-
કેળામાં આર્યન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન એ, બી અને ઈ હોય છે. જે સ્કિનને સોફ્ટ બનાવે છે. વિટામિન ઈ હોવાને કારણે કેળાના સેવનથી એજિંગ સાઈનને હટાવી શકાય છે. કેળાનું સેવન કરવાની સાથે તમે કેળાને ફેસપેકના રૂપમાં લગાવીને પણ સ્કિન સોફ્ટ અને સ્મૂધ બનાવી શકો છો.
રાસબેરી સ્કિનને ફરીથી જીવંત કરે છે-
રાસબેરીમાં એન્ટિઓક્સિડેન્ટસ, ફાયબર અને વિટામિન સી હોય છે. આ ત્રણેય તત્વ તમારી સ્કિનને તરોતાજા રાખે છે અને કરચલી પડવાથી પણ રોકે છે. એક રીતે રાસબેરી એન્ટી-એજિંગ ક્રિમનું કામ કરે છે. વિટામિન સી તમારી સ્કિન સેલ્સને રિપેર કરીને સ્કિનને હેલ્ધી અને ફ્રેશ રાખે છે.
કિવી સ્કિનને યુવાન રાખવા માટે-
કિવી ફળ વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે. આ ફ્રુટમાં રહેલું એસિડ સ્કિનને હમેશા યુવાન રાખે છે અને એજિંગના નિશાનને પણ ગાયબ કરવામાં મદદ કરે છે. આ ફ્રુટ ડેડ સેલને રિપેર કરે છે. આથી સુંદર દેખાવા માટે મોંઘા કોસ્મેટિક્સ ખરીદવાની જગ્યાએ પોતાના ડાયેટમાં કિવીની માત્રામાં વધારો કરો.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-healthy-face-skin-10-fruits-which-can-give-you-healthy-skin-5099591-PHO.html

Related Listings

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: