Mango Sun Chundo | કેરીનો તડકા છુંદો

Visited 329 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 કિલો કાચી કેરી
750 ગ્રામ ખાંડ
મીઠુ સ્વાદમુજબ
હળદર જરૂર મુજબ
1 ચમચી જીરૂ
1 ચમચો લાલ મરચુ
½ ચમચી તજનો પાઉડર
½ ચમચી એલચીનો પાઉડર

રીત
કેરીને ધોઈને છીણી લો. છીણને મીઠા અને હળદરમાં ચોળી લો. પછી તેને દબાવીને પાણી નિતારી લો. જેટલી છીણ બચે તેની દોઢ ગણી ખાંડ કેરીના છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરી ઉપર સ્વચ્છ સુતરાઉ કાપડ બાંધી દો. આ તપેલાને તડકામાં મુકી રાખો. દરરોજ બે વખત અંદર હલાવતા રહો અને ખાંડની ચાસણી થઈ જાય ત્યાં સુધી તડકામાં મુકતા રહો. ખાંડ ઓગળીને છીણ સાથે એકરસ થઈ જાય એટલે છુંદો તૈયાર છે. તેમાં વાટેલુ જીરૂ અને તજ, એલચીનો પાઉડર, લાલ મરચું ઉમેરીને મિક્સ કરી બરણીમાં ભરીને મુકી દો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-mango-pickles-recipe-for-season-4963842-PHO.html?seq=7

Related Listings

સામગ્રી 1 કપ કોબી ફ્લાવર નાના ટુકડામાં સમારેલુ ½ કપ ગાજર નાના ક્યુબ્સમાં સમારેલા ¼ કપ કાચી કેરીના નાના ટુકડા 2 ચમચા તાજુ આદુ ઝીણા ટુકડામાં સમારેલુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: