Curries Khamana Dhokla | રસાવાળા ખમણ ઢોકળા

Visited 800 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

ખમણ માટે-
-400 ગ્રામ ચણા દાણ
-1/2 ટી સ્પૂન હળદર
-6 થી 7 લીલા મરચાં સમારેલાં
-1 ટેબલ સ્પૂન આદુંની પેસ્ટ
-1 ચપટી હિંગ
-1 ટેબલ સ્પૂન સિંગતેલ
-1 ટેબલ સ્પૂન ઈનો
-મીઠું સ્વાદાનુસાર

વગાર માટે-
-2 ટેબલ સ્પૂન સિંગતેલ
-2 ટી સ્પૂન રાઈ
-1 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ
-1 ટેબલ સ્પૂન કોથમીર

રસા માટે-
-100 ગ્રામ અડદની દાળ
-100 ગ્રામ ચણાની દાળ
-100 ગ્રામ તુવેરની દાળ
-6 થી 7 નંગ ટામેટાં સમારેલા
-2 થી 3 નંગ ઈલાયચી
-2 થી 3 નંગ લવિંગ
-4 થી 5 નંગ કાળા મરી
-2 થી 3 નંગ લીલા મરચાં
-3 થી 4 નંગ આંબલી પલાળેલી
-મીઠું સ્વાદાનુસાર

અન્ય સામગ્રી-
-2 નંગ ટામેટાં સમારેલાં
-1 નંગ ડુંગળી સમારેલી
-1 કપ ઝીણી સેવ
-2 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
-2 ટેબલ સ્પૂન નારિયેળનું ખમણ

રીત-

સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી નીતારીને તેને વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચારથી પાંચ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ તેમાં ઈનો સિવાયની બાકીની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે જ્યારે ખમણ ઉતારવાના હોય તેની થોડી વાર પહેલા તેમાં ઈનો નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે એક થાળીમાં તેલ લગાવીને તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દો. ઢોકળિયામાં પાણી ગરમ કરીને ખમણ બાફીને ઉતારી લો. હવે એક ફ્રાઈંગ પેન લો. તેમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે રાઈ, હિંગ, લીમડો અને લીલા મરચાનો વધાર કરો. આ મસાલો તડતડે એટલે તેમાં ઢોકળા નાંખી દો. છેલ્લે ખમણ પર થોડું નારિયેળનું ખમણ નાખો.

હવે રસા માટે બંને દાળને બે કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેને બાફી લો. હવે બીજા એક પેનમાં પાણી ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં ટામેટાં બાફી લો. હવે બાફેલી દાળને વલોવી લો. હવે ઈલાયચી, લવિંગ અને કાણા મરીના ખાંડીને પાવડર બનાવી લો. હવે બાફેલી દાળને ટામેટાવાળા ઉકળતા પાણીમાં નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ, ગરમ મસાલાનો પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે આ દાળને થોડીવાર માટે ઉકળવા દો. હવે તેમાં છેલ્લે આંબલીનો પલ્પ નાખીને બરાબર મિક્ષ કરી લો. દાળને ઉકળવા દેજો. દાળ ઘટ્ટ થાય એમ વધુ સ્વાદિષ્ટ લાગશે. તૈયાર છે ટેસ્ટી રસો.

હવે એક સર્વિંગ પ્લેટમાં ખમણ લઈ લો. તેના પર રસો નાખો. છેલ્લે તેના પર ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, કોથમીર, નારિયેળનું ખમણ અને સેવ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-variation-in-tradition-gujarati-khaman-recipe-4984177-PHO.html?seq=8

Related Listings

સામગ્રી પંદર-વીસ પાલકના પાન બે બટાટા બે-ત્રણ કળી લસણ અડધી ચમચી જીરૂં પાવડર અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી લાલ મરચું પાઉડર પા ચમચી હળદર બે કપ… Read more…

સામગ્રી- -1 કપ ચણાનીદાળ -2 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ -1 ટેબલ સ્પૂન તેલ -1 ચપટી હિંગ -1 ટેબલ સ્પૂન રાઈ -1 ટેબલ સ્પૂન તલ -5 થી 7… Read more…

સામગ્રી એક કપ ચણાનો લોટ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચો આમલીનો પલ્પ બે લીલાં મરચાં ઝીણાં સમારેલાં બે ચમચા ઝીણી સમારેલી કોથમીર ચાર… Read more…

Add a Review

Rate this by clicking a star below: