Moticurana Laddu | મોતીચુરના લાડુ

Visited 531 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
60 ગ્રામ બેસન
કેસર થોડા તાંતણા (ઈચ્છો તો)
¾ કપ ખાંડ
2 ચમચા દુધ
5-6 પિસ્તા
તેલ

રીત
એક બાઉલમાં બેસન લઈ તેમાં પોણો કપ પાણી ઉમેરીને ખીરા જેવું બનાવી લો. તેમાં ઈચ્છો તો થોડુ કેસર કે કેસરી કલર ઉમેરી શકો છો.
એક પેનમાં અડધો કપ પાણીમાં ખાંડ મિક્સ કરીને ચાસણી કરવા મુકો. ખાંડ પાણીમાં ઓગળી જાય પછી તેમાં દુધ ઉમેરો અને ચાસણીને ઉકળવા દો. ચાસણી ઉપર દુધના કારણે મેલ આવી જશે તેને હળવેથી કાઢી લો. એક તારની ચાસણી થઈ જાય એટલે તેને ઉતારી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. કડાઈ ઉપર ચાળણી મુકીને બેસનનું ખીરૂ તેમાં રેડો એટલે તેલમાં નાની નાની બુંદી પડશે. આ બુંદીને ઝડપથી ભેગી કરીને કાઢી લો. અને તેને ચાસણીમાં ઉમેરી દો. એક કલાક સુધી ઝીણી બુંદીને ચાસણીમાં રહેવા દો. પછી વધારાની ચાસણી બુંદીમાંથી નિતારીને લાડુ વાળી લો. તૈયાર છે મોતીચુરના લાડુ. તેને પિસ્તાથી ગાર્નિશ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-tradition-sweet-laddoo-recipe-4958899-PHO.html?seq=5

Related Listings

Add a Review

Rate this by clicking a star below: