Lasaniya Potatoes | લસણિયા બટાટા

Visited 407 times, 3 Visits today

View Location in Map

સામગ્રી-

-1 કપ ચણાનો લોટ
-1/4 ચમચી હળદર
-2 ચમચા તેલ
-3/4 ચમચી લાલ મરચું
-1/2 કપ દહી
-10 કળી લસણની[કાપેલી]
-1 ચમચી જીરુ
-2 ચમચી ધાણાજીરુ
-300 ગ્રામ બેબી બટાટા
-1 મોટો ચમચો સમારેલી કોથમીર
-1/2 ચમચી ગરમ મસાલો
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર

રીત-

બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો. જીરુ ગરમ થયે [જીરુ તડતડ નહીં થાય] તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો ઉપર.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-lasniya-subji-recipe-spice-and-hot-taste-will-satisfy-hunge-5031998-PHO.html?seq=3

Related Listings

સામગ્રી એક કપ મગની દાળ એક ટમેટાની પ્યુરી એક ઈંચ આદુનો ટુકડો બે લીલા મરચા એક ચમચી હળદર અડધી ચમચી જીરૂ એક ચમચી વાટેલા મરી એક ચમચી… Read more…

સામગ્રી 100 ગ્રામ સુરતી પાપડી આખી 100 ગ્રામ કાચા કેળાના ટુકડા 100 ગ્રામ શક્કરિયા છાલ ઉતારેલા 100 ગ્રામ રતાળુના ટુકડા 100 ગ્રામ રિંગણ બે ભાગમાં સમારેલા 4-5… Read more…

Add a Review

Rate this by clicking a star below: