Magadalano Halvo | મગદાળનો હલવો

Visited 600 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 કપ ફોતરા વિનાની મગદાળ
9-10 ચમચા ઘી
4 એલચીનો પાઉડર
10-12 પિસ્તાની કતરણ
10-12 બદામની કતરણ
1 ચમચો કિસમીસ
½ લીટર ફુલ ફેટ દુધ
2 કપ પાણી
1 ½ કપ ખાંડ

રીત
મગની દાળને તે ડુબે તેટલા પાણીમાં 4-5 કલાક અથવા રાતભર પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારીને ¼ કપ પાણી મિક્સ કરી ગ્રાઈન્ડરમાં ક્રશ કરી સ્મુધ પેસ્ટ બનાવી લો. એક નોનસ્ટીક પેનમાં ઘી ગરમ કરો. તેમાં મગદાળની પેસ્ટ ઉમેરો અને મધ્યમ તાપે સતત હલાવતા તેને પકાવો. પેસ્ટમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ બની જાય. ઘી અલગ દેખાવા લાગે ત્યાં સુધી પકાવો. મગની દાળને પકવતા હોય ત્યારે જ બીજા પેનમાં દુધ, પાણી અને ખાંડ મિક્સ કરો અને મધ્યમ તાપે ઉકળવા મુકો. મગદાળની પેસ્ટ લચકા પડતી થઈ જાય એટલે તેમાં ખાંડવાળુ ઉકળતુ દુધ મિક્સ કરી લો. હવે તેને હલાવતા રહીને પકાવો. દુધ બળી જાય અને ફરી તેમાં ઘી ઉપર દેખાવા લાગે એટલે ગેસ પરથી ઉતારી લો અને પીસ્તા, બદામ, કિસમીસ મિક્સ કરી દો. તૈયાર છે મગદાળનો હલવો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-tasty-and-healthy-moong-recipe-for-good-health-5074485-PHO.html?seq=4

Related Listings

Add a Review

Rate this by clicking a star below: