Malpua | માલપુઆ

Visited 512 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
4 કપ દુધ
6 ચમચા ખાંડ
1 કપ ઘી
2 કપ પાણી
6 ચમચા ઘઉંનો લોટ

રીત
પહેલા તો દુધને ઉકાળો. દુધમાં ઉભરો આવી જાય એટલે ગેસને ધીમો કરીને ઉકળવા દો. દુધ બળીને અડધુ રહે એટલે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ગરમ કરો અને એકતારની ચાસણી બનાવી લો.
એક બાઉલમાં ઠંડા થયેલા દુધમાં ઘઉંનો લોટ મિક્સ કરીને બરાબર હલાવીને એકસરખુ ખીરૂ તૈયાર કરો. ઘઉંના લોટમાં ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં મોટો ચમચો ભરી ખીરૂ રેડો. જેનાથી નાની પુરી જેવું બની જશે. હવે ધીમા તાપે તેને ઘીમાં તળાવા દો. પછી તેને ફેરવીને બીજી બાજુ તળી લો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને ઘીમાંથી નિતારીને કાઢી લેવું અને ચાસણીમાં ડુબાડી દેવું. માલપુઆ ચાસણી શોષી લે પછી તેને પ્લેટમાં કાઢીને પ્રસાદ ધરવો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-jagnnathji-rathyatra-prasad-special-recipe-5054498-PHO.html?seq=2

Related Listings

સામગ્રી- -3/4 કપ ક્વિક ઓટ્સ -1 કપ કોર્નફ્લેક્સ -3/4 કપ કાબુલી ચણા બાફેલા -1/2 કપ કપ બટાટા બાફેલા -1/2 કપ કાકડી સમારેલી -1/2 કપ ટામેટા સમારેલા -1… Read more…

સામગ્રી ત્રણ ચમચા બટર અડધો ચમચો જીરૂનો પાઉડર દોઢ ચમચો લસણ મરચાની ચટણી પોણો કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ સમારેલા કેપ્સીકમ પોણો કપ ઝીણા સમારેલા ટમેટા… Read more…

Add a Review

Rate this by clicking a star below: