OTITIS જ્યારે કાન પર આવી જાય છે સોજો

Visited 236 times, 1 Visits today

View Location in Map

કાન માણસ નો મહત્વ નો ભાગ છે. જયારે કોઇની વાત સભળાય નહી તો તેનો જવાબ કેવી રીતે આપી શકાય. કાનમાં નાનકડી સમસ્યા પણ મુશ્કેલી ઉભી કરી નાખે છે. એવી જ છે ઓટિટિસની સમસ્યા જેમાં ઇયર કેનાલની લાઇનિંગમાં સોજો આવી જાય છે.

શું છે કારણ ?

થવાના અનેક કારણ છે. આ ફંગસ અને બેકટેરીયલ ઈંફેકશનના કારણોથી થઇ શકે છે. આ સમસ્યા ચામડી સંબંધિત રોગ એક્જિમાના કારણે પણ થઇ શકે છે. જેમાં ચામડીનું ઈંફેકશન થવાનું જોખમ વધી જાય છે.

લક્ષણ શું છે ?

– આ કેટલીક વાર કાનો માં ખંજવાળની સાથે શુરૂ થાય છે, કાનમાંથી ચીકણો પદાર્થ નીકળે છે.
– જબડાને હલાવવવાથી કે કાનને અડવા માત્રથી કાનમાં અસહનીય દુ:ખાવો થાય છે.
– ચામડીમાં સોજાને કારણે ઈયર કેનાલ આંશિક રૂપે બંદ થઇ જાય છે.
– ગંભીર કિસ્સામાં સાંભળવાની ક્ષમતા ઉપર પણ અસર કરે છે.

કઈ રીતે થાય છે આ સમસ્યા ?

-ગંદા પાણીમાં તરવાથી નહાવા દરમિયાન કાનની અંદર પાણી જવાથી.
-લાંબા સમય સુધી ઇયરપ્લગ લગાવવા થી અને ઇયરબડથી સાફ કરવાથી.
-ચામડીમાં થતી એલર્જી કે આ સાથે સંકળાયેલ અન્ય સમસ્યા.
-ડાયબિટીસ કે અન્ય બીમારી જેના કારણે ઈંફેકશનનો ભય વધી જાય છે.
– હેયર સ્પ્રે કે હેયર કલર ઇયર કેનાલમાં જવાથી.

ઈંફેશનન વધી જવાથી સમસ્યા વધુ જટિલ બની શકે છે. સમસ્યાની ગંભીરતા વધી જતા ઈયર કેનાલ એટલુ નાનુ થઈ જાય છે કે તેનો ઈલાજ કરવો શક્ય નથી બનતો. સમયસર સારવાર દ્વારા આ સમસ્યાનો સંપૂર્ણરીતે ઈલાજ થઈ શકે છે.

ઇલાજ માટે શું કરશો ?

– સૌથી જરૂરી વાત છે કે કાનમાં કોઈ પણ જાતની એવી વસ્તુ ના નાખતા જેનાથી કાનમાં ખંજવાળ આવે.
-ઇયર કેનાલને બડથી સાફ કરવાનો પ્રયત્ન ન કરશો અને કોઈ પણ જાતની માલિશ પણ ન કરશો.
-ડૉક્ટર ઈલાજ કરવાની પ્રક્રીયાની શરૂઆત કાનની સફાઇથી શરૂ કરે છે.
-કાનના દુ:ખાવો અને સોજો દૂર કરવા સ્ટેરાઈડ એંટીબાયોટીક કે પછી એંટીફંગલ દવાઓથી યુક્ત ઇયર ડ્રોપ્સ કે આઇંટ્મેંટ અ અપવામાં આવે છે.
– કેટલીકવાર દુ:ખાવો દૂર કરવા સ્ટ્રાંગ પેનકિલર્સ પણ આપવામાં આવે છે.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/health-article/1.htm

Related Listings

આજકાલ ડાયટિંગની ફેશન થઈ પડી છે. કોસ્મોપોલિટન શહેરોમાં સ્લિમિંગ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે. ડાયટિંગ એટલે આહાર પરનો કાબૂ અથવા તો કેળવાયેલી મિતાહારી ભોજન પદ્ધતિ. Read more…

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાશ્ચરીકૃત દૂધની સરખામણીમાં કાચું દૂધ પીવાથી ખાદ્ય સંબંધી બીમારીઓ થવાનો ખતરો 100 ગણો વધી જાય છે. Read more…

ઉનાળા પછી વરસાદ કોણે  ન ગમે .ચોમાસા આવતા જ ગરમીથી રાહત મળે છે,પરંતુ ચોમાસા પોતાની સાથે  અનેક રોગો  પણ  લાવે છે. ચોમાસામાં દરમિયાન ખોરાક પ્રત્યે સાવધાની લેવી જોઇએ. Read more…

Add a Review

Rate this by clicking a star below: