Aloo kophata kari| આલુ કોફતા કરી

Visited 470 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
કોફતા માટે
350-400 ગ્રામ બટેટા
4 ચમચા આરારોટ
મીઠુ સ્વાદ મુજબ
1 ચમચો સમારેલી કોથમીર
10-12 કાજુ
30 કિસમીસ
તેલ

ગ્રેવી માટે
2-3 ટમેટા
2-3 લીલા મરચા
1 ઈંચ આદુનો ટુકડો
½ કપ દહીં
½ કપ મલાઈ
1 -2 ચમચા તેલ
1 ચપટી હિંગ
¼ ચમચી જીરૂ
½ ચમચી હળદર
1 ચમચી ધાણાજીરૂ
¼ ચમચી ગરમ મસાલો
1 ચમચો કોથમીર
મીઠુ સ્વાદ મુજબ

રીત
બટેટાને બાફીને છુંદી લો. તેમાં આરારોટ, મીઠુ અને કોથમીર મિક્સ કરી લો. કાજુના નાના ટુકડા કરી લો. બટેટાના મિશ્રણને હાથમાં લઈ નાની થેપલી બનાવી લો. તેની વચ્ચે 2-3 કાજુના ટુકડા અને 2 કિસમીસ રાખી તેને બંધ કરી દો. આ રીતે બધા કોફતા બનાવી તેને તેલમાં તળી લો.
ટમેટા, લીલા મરચા અને આદુને મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરૂનો વઘાર કરો. પછી તેમાં હળદર, ધાણાજીરૂ અને લાલ મરચુ મિક્સ કરો. હવે તેમાં ટમેટાની પેસ્ટ મિક્સ કરી લો. તેને થોડીવાર પકાવો. તેલ ઉપર આવી જાય પછી તેમાં દહી અને મલાઈ ફેંટીને મિક્સ કરો. તેને 3-4 મિનીટ પકાવો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને પકાવો. આ સમયે તેને હલાવતા રહો. ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં મીઠુ અને ગરમ મસાલો મિક્સ કરો. પછી તેમાં કોફતા મિક્સ કરી 1-2 મિનીટ પકાવો. છેલ્લે તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-various-type-of-kofta-curry-recipe-5000658-PHO.html?seq=2

Related Listings

સામગ્રી- -1/2 કપ સૂકા વટાણા -3 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ -1 ચપટી હિંગ -મીઠું સ્વાદાનુસાર મસાલા માટે- -1/4 કપ આખા ધાણા -6 નંગ સૂકા લાલ મરચાં -1 ટેબલસ્પૂન… Read more…

Add a Review

Rate this by clicking a star below: