Tandoori Banarsi Aalu | તંદૂરી બનારસી આલુ

Visited 449 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-100 ગ્રામ નાના બટાટા
-250 ગ્રામ દહીં
-25 ગ્રામ આદું-લસણની પેસ્ટ
-15 ગ્રામ લાલ મરચું પાવડર
-75 ગ્રામ તેલ
-25 ગ્રામ ગરમ મસાલો
-250 ગ્રામ સૂંઠ ચટણી
-25 ગ્રામ આદું
-10 ગ્રામ મેથી
-35 ગ્રામ કોથમીર
-15 ગ્રામ લસણ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ બેબી બટાટાને આદું-લસણની પેસ્ટ, તેલ, લાલ મરચું પાવડર અને મીઠાના મિશ્રણમાં મેરિનેટ કરી દો. હવે તેને થોડું પાણી નાખીને લગાનમાં થોડા સમય માટે સાંતળી લો. ત્યાર બાદ તેને ઠંડા થવા દો. હવે બટાટામાં તંદૂરી મસાલો એટલે કે દહીં, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, તેલ અને મેથી નાખીને બરાબર મિક્ષ કરીને નાખો. બટાટાને બરાબર મિક્ષ કરીને એક સળિયામાં ભરાવીને તંદૂરમાં શેકી લો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યારે તેને તંદૂરમાંથી બહાર કાઢો. હવે આ બટાટાને વચ્ચે કાપો મૂકીને બે કટકા કરો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં આદું અને લસણ નાખીને સાંતળો. લગભગ અડધી મિનિટ બાદ સૂંઠ ચટણી, બટાટા અને ચાટ મસાલો નાખીને બરાબર સાંતળો. એકાદ મિનિટ બાદ કોથમીરથી ગાર્નિશ કરીને તંદૂરી બનારસી આલુ સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-yummy-potato-recipe-which-will-love-by-kids-4995020-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -2 મધ્યમ કદના બટાટા -100 ગ્રામ ફ્લાવર -1 કપ ફ્રેશ મેથી સમારેલી -11/2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ -1/2 ટીસ્પૂન જીરૂં -1 ચપટી હિંગ -1/4 ટીસ્પૂન કસૂરી મેથી… Read more…

Add a Review

Rate this by clicking a star below: