Rava Sevaiya Pudding | રવા સેવૈયા ખીર

Visited 595 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1/2 કપ રવો
-150 ગ્રામ સેવૈયા
-2 કપ દૂધ
-1/2 કપ કન્ડેન્સડ મિલ્ક
-250 ગ્રામ ખાંડ
-1/4 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-2 ટીસ્પૂન કાજુના ટુકડા
-2 ટેબલસ્પૂન ઘી

બનાવવાની રીત-

સૌપ્રથમ સેવૈયાને તોડીને નાના ટુકડા કરી લો. ત્યાર બાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એઠલે તેમાં રવો અને સેવૈયા ઉમેરીને ત્રણથી પાંચ મિનિટ માટે ધીમા તાપે સાંતળો. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. લગભગ પાંચથી સાત મિનિટ લાગશે. ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એક વખત ખાંડ બરાબર ઓગળવા આવે એટલે તેમાં કન્ડેન્સન્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ ગેસ બંધ કરીને ઈલાયચી પાવડર અને કાજુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-make-rava-dishes-in-your-kitchen-4977461-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -1 લીટર કાચું દૂધ -4 બરાબર પાકેલા કેળા -1 કપ ગોળ કે ખાંડ -4 ચમચી ઘઉંનો લોટ -1/2 છીણેલું નારિયેળ -1 કાપેલું સફરજન -10 થી 15… Read more…

Add a Review

Rate this by clicking a star below: