Red Capsicum Chutney| લાલ કેપ્સિકમની ચટણી

Visited 457 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 મોટુ લાલ કેપ્સિકમ
2-3 કળી શેકેલુ લસણ
½ કપ શેકેલી બદામ કે અખરોટ
2 ચમચી લીંબુનો રસ
1 ચમચી મધ
½ ચમચી શેકેલા જીરૂનો પાઉડર
½ ચમચી તજનો પાઉડર
1 ચમચી લાલ મરચું પાઉડર
¼ ચમચી ઓલિવ ઓઈલ કે અન્ય તેલ
મીઠુ અને મરી સ્વાદ મુજબ
1 ચમચો શેકેલા તજ
1 ચમચો કોથમીર સમારેલી

રીત
કેપ્સિકમને ધોઈને સારી રીતે લુછી લો. હવે તેને ગેસ પર સીધા જ તાપ પર શેકી લો. પછી તેને થોડુ ઠંડુ થવા દઈને બળી ગયેલી છાલને ઉતારી લો. ત્યારબાદ તેને ફરી ધોઈ લો અને તેને સમારી લો. તેની સાથે બાકીની બધી સામગ્રી મિક્સ કરી લો અને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો. તૈયાર છે લાલ કેપ્સિકમની ચટણી. તેને મનપસંદ રોસ્ટેડ વેજીસ, વેફર્સ કે પુરી, પરાઠા સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INRC-muhamarra-dip-middle-eastern-recipe-red-capsicum-dip-5062698-NOR.html

Related Listings

સામગ્રી અડધી વાટકી સૂકું ટોપરું એક ચમચો દાળીયા ત્રણ સુકા લીલા મરચા મીઠુ સ્વાદમુજબ વઘાર માટે એક ચમચી તેલ અડધી ચમચી રાઈ દસ પાન સૂકો મીઠો લીમડો… Read more…

Add a Review

Rate this by clicking a star below: