Roasted Tomato Soup | રોસ્ટેડ ટોમેટો સૂપ

Visited 485 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-5 થી 6 નંગ ટામેટાં ચાર ટુકડા કરેલાં
-1 ટીસ્પૂન શેકેલું જીરું
-10 થી 12 કળી લસણ
-2 ટેબલસ્પૂન વિપ્ડ ક્રીમ
-1 મધ્યમ આકારનું ગાજર મોટું સમારેલું
-1 ડુંગળી મોટી સમારેલી
-3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
-1 ટેબલસ્પૂન એકસ્ટ્રા વિર્જિન ઓલિવ ઓઇલ
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ ઓવનને ૧૮૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ગરમ કરો. ટામેટાંને એક બેકિંગ ટ્રેમાં રાખો. પછી લસણ, ગાજર, ડુંગળી નાખીને તેની પર ઓલિવ ઓઇલ નાખો. બધું સારી રીતે મિક્સ કરીને ટ્રેને ઓવનમાં મૂકો. ટામેટાંને રોસ્ટ થવા દો. તે દરમિયાન નાના બાઉલમાં ક્રીમ લઈને તેમાં મીઠું અને શેકેલું જીરું નાખી દો. ટામેટાંને ઓવનમાંથી બહાર કાઢીને ઠંડાં થવા દેવાં. પછી તે ટામેટાંને પીસી લેવાં. હવે નોનસ્ટિક પેનમાં ટામેટાં નાખીને તેમાં થોડું પાણી નાખો. ગેસની મધ્યમ આંચ રાખીને મિશ્રણનો એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ મીઠું નાખવું. બાઉલમાં કે કપમાં સૂપ કાઢીને તેની પર જીરા તથા મીઠાવાળું તૈયાર કરેલું ક્રીમ નાખો અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-type-of-tasty-tomato-soup-recipe-4972982-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -ટામેટા -બટાટા -બીટ -તજ -તમાલપત્ર -લવિંગ -લસણ -માખણ -મેંદો -દૂધ -મરી પાવડર -મીઠું -ટોમેટો કેચપ -બ્રેડક્રમ્બ્સ -ક્રીમ રીત- ટામેટાં, બટાકાં, બીટના મોટા ટુકડા સમારો. Read more…

સામગ્રી- -1 નંગ ગાજર -1 નંગ ટમેટા -1 નંગ બીટ -1 નંગ ડુંગળી -1 ટેબલસ્પૂન મસુરની દાળ -100 ગ્રામ લીલી ડુંગળી -100 ગ્રામ પનીર -1 ટેબલસ્પૂન ઘી… Read more…

Add a Review

Rate this by clicking a star below: