Sesama Honey Chile Potato | સેસમ હની ચીલી પોટેટો

Visited 332 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
3 બટેટા છાલ ઉતારીને ફ્રેન્ચ ફ્રાઈસની જેમ સમારેલા
2 કળી છુંદેલુ લસણ
1 ચમચી લાલ મરચું પાઉડર
2 ચમચી ટોમેટો સોસ
મીઠુ સ્વાદ મુજબ
1 ½ ચમચો તેલ

સોસ માટે
1 ચમચી ટોમેટો સોસ
1 ચમચી રેડ ચીલી સોસ
2 ચમચી વિનેગર
2 છુંદેલા લસણની કળીઓ
1 ½ ચમચા મધ
1 ચમચી સમારેલી કોથમીર
½ ચમચો તેલ
તલ ગાર્નિશ માટે

રીત
બટેટાની ચીરીઓ, તેલ, લાલ મરચુ, ટોમેટો સોસ, છુંદેલુ લસણ, અને મીઠુ મિક્સ કરીને એક ઝીપલોક બેકમાં ભરીને સારી રીતે શેક કરી લો. બેકિંગ ટ્રેને ગ્રીસ કરી તેમાં બટેટાની ચીરીઓ પાથરી દો અને તેને 200 સે. પર 35-40 મિનીટ માટે બેક કરો. જો તમે બેક કરવા ઈચ્છતા ન હો તો બટેટાને તળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં છુંદેલુ લસણ ઉમેરીને સાંતળો. પછી તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો સોસ અને વિનેગર મિક્સ કરો. પછી તેમાં બેક કરેલા કે તળેલા બટેટા ઉમેરો. તેને થોડીવાર પકાવો. પછી તેમાં મધ સારી રીતે મિક્સ કરી દો. થોડીવાર પછી ગેસ બંધ કરી દો. હવે બટેટામાં સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરો. છેલ્લે તેના પર શેકેલા તલ અને કોથમીરથી ગાર્નિશ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-summer-special-7-type-of-tasty-honey-recipe-4997510-PHO.html?seq=8

Related Listings

સામગ્રી- -2 કપ મકાઈનો લોટ -2 કપ છાશ -2 નંગ લીલા મરચાં સમારેલા -1/4 ટી સ્પૂન આદુંની પેસ્ટ -1/2 ટી સ્પૂન હળદર -4 ટેબલ સ્પૂન તેલ -1/2… Read more…

સામગ્રી અડધો કપ પલાળેલા મગ ચાર-પાંચ પાલકના પાન એક ચમચી ઝીણું સમારેલુ આદુ એક ચમચી સમારેલા લીલા મરચા દોઢ ચમચો દહીં એક ચમચો બેસન મીઠુ સ્વાદ મુજબ… Read more…

Add a Review

Rate this by clicking a star below: