Shingoda flour Shiro | શિંગોડાનો લોટનો શીરો

Visited 498 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1/2 કપ શિંગોડાનો લોટ
-1/2 કપ ખાંડ
-2 ટેબલસ્પૂન + 1/2 ટીસ્પૂન ઘી
-1 કપ પાણી
-1/4 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-બદામ ગાર્નિશીંગ માટે

રીત-

સૌપ્રથમ એક પેનમાં બે ચમચી ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં શિંગોડાનો લોટ ઉમેરીને ધીમા તાપે પાંચથી સાત મિનિટ માટે શેકો. લોટમાંથી સરસ સુગંધ આવે અને થોડોક લાઈટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સાંતળો. લોટ શેકાય રહ્યો છે એ દરમિયાન એક કપ પાણી ગરમ કરી લો. લોટ શેકાય જાય એટલે તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરો. ઝડપથી હલાવવું જેથી કરીને કોઈ પણ પ્રકારનો લોટનો ગઠ્ઠો ના રહી જાય. સતત 2 થી 3 મિનિટ માટે તેને હલાવતા રહો. પેસ્ટ ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ખાંડ ઓગળ્યા બાદ પણ થોડીવાર તેને ગેસ પર રહેવા દો. હવે તેમાં બાકીનું અડધી ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી દો. છેલ્લે બદામની સ્લાઈસથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-farali-light-recipe-for-mid-day-craving-5034139-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -1 લીટર દૂધ -500 ગ્રામ કેરી -200 ગ્રામ ખાંડ -1 ચમચી કસ્ટર્ડ પાવડર -ડ્રાયફ્રૂટસની કતરણ -ઈલાયચી પાવડર -કેસર રીત- સૌપ્રથમ દૂધની અંદર કેસર નાંખીને ઉકળવા દો. Read more…

સામગ્રી :- ૨ કપ બાફેલી મૅક્રોની ૧ ૧/૨ કપ ચાસણીમાં ડૂબાડેલાં પાઈનેપલના નાના ટૂકડા (ટિન્ડ પાઈનેપલ પણ ચાલે) ૧ ૧/૨ કપ બ્રેડક્રમ્સ ૧ ૧/૨ કપ ખમણેલું ચીઝ… Read more…

Add a Review

Rate this by clicking a star below: