Sinni | શિન્ની

Visited 553 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1 લીટર કાચું દૂધ
-4 બરાબર પાકેલા કેળા
-1 કપ ગોળ કે ખાંડ
-4 ચમચી ઘઉંનો લોટ
-1/2 છીણેલું નારિયેળ
-1 કાપેલું સફરજન
-10 થી 15 નંગ દ્રાક્ષ
-10 કિશમિશ
-10 કાજુ
-1 ચમચી કપુર
-1 ચમચી ઇલાયચી પાવડર

રીત –

સૌથી પહેલા બધા ફળોને સારી રીતે ધોઇ લો અને કાપીને એક બાજુએ મૂકી દો. હવે ખાંડ કે ગોળને પાવડરના રૂપમાં પીસી લો. આ ખાંડ કે ગોળને કેળા સાથે બરાબર મિક્સ કરી તેની બારીક પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને દૂધમાં મિક્સ કરો એને એક મોટા વાસણમાં કાઢીને રાખો. દૂધ ન તો વધુ ગરમ હોવું જોઇએ અને ન તો ઠંડુ, ટૂંકમાં તે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઇએ. હવે તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો અને હાથથી બરાબર હલાવો. જ્યારે લોટ બરાબર મિક્સ થઇ જાય ત્યાર પછી તેમાં કાપેલા ફળ, સૂકામેવા નાંખીને મિક્સ કરો. અંતમાં તેમાં કપુર અને ઇલાયચ પાવડર નાંખો. તો તૈયાર છે તમારી શિન્ની.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-recipes-of-sweets-made-with-milk-4972978-PHO.html?seq=16

Related Listings

સામગ્રી અઢીસો ગ્રામ માવો એકસો પચીસ ગ્રામ દળેલી ખાંડ એલચી કેસર રીત માવાને છીણીને સહેજ ગરમ કરીને ઠંડો કરવો. પછી તેમાં દળેલી ખાંડ અને એલચીનો ભુક્કો નાંખો. Read more…

Add a Review

Rate this by clicking a star below: