Spice Bread | મસાલા બ્રેડ

Visited 614 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-
-10 નંગ બ્રેડ સ્લાઈસ
-2 કપ ડુંગળી સમારેલી
-3 નંગ લીલા મરચાં
-8 થી 10 કળી લસણ
-1 ચમચી આદુંની પેસ્ટ
-2 ચમચી કોથમીર
-1/2 ચમચી જીરૂં
-1/2 ચમચી આમચૂર પાવડર
-3 નંગ ટામેટાંની પ્યોરી
-1/2 ચમચી હળધર
-1 ચમચી ધાણાજીરૂં
-1 ચમચી તેલ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ

રીત-
સૌપ્રથમ લીલા મરચાં, આદું, લસણ, ડુંગળી અને કોથમીરને મિક્ષ કરીને મિક્ષરમાં પીસીને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી-લસણવાળી પેસ્ટ નાખીને સાંતળો. એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટાંની પ્યોરી નાખીને બરાબર મિક્ષ કરી લો. ફરીથી એકાદ મિનિટ સાંતળ્યા બાદ તેમાં ધાણા પાવડર, હળદર, મીઠું અને પાણી નાખીને ચઢવા દો. હવે તેમાં બ્રેડના ટુકડા નાખીને પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે ધીમેથી હલાવવું. તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા બ્રેડ જેને કોથમીરથી ગાર્નિશ કરીને તમે પાપડ અને ડુંગળી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-this-are-the-simple-recipe-for-the-healthy-breakfast-and-lunchbox-5114122-PHO.html?seq=3

Related Listings

સામગ્રી – -1 કપ મેંદો -1 ટી સ્પૂન અજમો -2 ટી સ્પૂન ઓગાળેલુ ઘી -1 બાફેલુ બટાકુ -1/2 કપ ફેંટેલુ દહીં -1/4 કપ આમલીની મીઠી ચટણી -1/4… Read more…

સામગ્રી 7 થી 8 બ્રેડ સ્લાઇસ 1 કાપેલી કાકડી 2 કાપેલા ગાજર 1 કાપેલી ડુંગળી 1 કાપેલું ટામેટું 1/2 ચમચી મરી પાવડર 1/2 ચમચી લીંબુનો રસ મીઠું… Read more…

Add a Review

Rate this by clicking a star below: