Spice Bread | મસાલા રોટી

Visited 428 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
3 રોટલી
1 ટામેટુ સમારેલુ
1 ડુંગળી સમારેલી
½ કપ કાકડી સમારેલી
½ કપ સમારેલી કોથમીર
1 કપ નાયલોન સેવ
લાલ મરચુ સ્વાદ મુજબ
સંચળ સ્વાદ મુજબ
ચાટ મસાલો સ્વાદ મુજબ
ટોમેટો સોસ

રીત
તવી પર થોડુ તેલ કે બટર લગાવીને રોટલીને દબાવી-દબાવી સારી રીતે બન્ને બાજુ શેકી લો. જેથી થોડી ક્રિસ્પી થઈ જાય. અથવા તો રોટલીને ઓવનમાં 2 મિનીટ માટે બેક કરી લો. ક્રિસ્પી રોટીને પ્લેટમાં મુકો. તેના પર ટોમેટો સોસ પાથરી દો. ઉપર ડુંગળી, કાકડી, ટામેટા પાથરી દો. તેની ઉપર લાલ મરચુ, સંચળ અને ચાટ મસાલો સ્વાદ મુજબ ભભરાવી દો. હવે તને નાયલોન સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
-તમે ઈચ્છો તો પુદીનાની ચટણી, ખજુર આમલીની ચટણી, દાડમના દાણા, લીંબુનો રસ, તળેલા સીંગદાણા વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-delicious-and-healthy-left-over-snacks-recipe-for-evening-5060473-PHO.html?seq=2

Related Listings

સામગ્રી- -2 કપ મકાઈના દાણા -2 થી 3 નંગ બાફેલા બટાટા -100 ગ્રામ પનીર -2 ચમચી આદું-લસણની પેસ્ટ -1 થી 2 નંગ લીલા મરચાં -1 ચમચી પાવભાજી… Read more…

સામગ્રી- -1 કપ ચણાનીદાળ -2 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ -1 ટેબલ સ્પૂન તેલ -1 ચપટી હિંગ -1 ટેબલ સ્પૂન રાઈ -1 ટેબલ સ્પૂન તલ -5 થી 7… Read more…

Add a Review

Rate this by clicking a star below: