Spinach ,Apple and Carrot Smudhi | પાલક, એપલ અને ગાજરની સ્મુધી

Visited 558 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 જુડી તાજી પાલકના પાન
1 ગાજર
1 સફરજન
1 ચમચો મધ
2-3 પુદીનાના પાન
½ ઈંચ આદુનો ટુકડો
2-3 આઈસ ક્યુબ્સ

રીત
બધા શાકભાજી લઈને સારી રીતે ધોઈ લો. પાલકના પાનને મોટા-મોટા સમારી લો. ગાજરની છાલ ઉતારી લો. સફરજનની છાલ ઉતારી અંદરના બીજ કાઢીને ટુકડા કરી લો. જ્યુસર કે મિક્સરમાં આ બધા શાકભાજીને એકસાથે મિક્સ કરીને તેનો જ્યુસ કાઢી લો. જો તમે તેને મિક્સર જારમાં કે હેન્ડ બ્લેન્ડરમાં ક્રશ કરતા હોય તો તેમાંથી તૈયાર થતી સ્મુધીને ગાળીને જ્યુસ કાઢી લો. એક ગ્લાસમાં મધ અને 2-3 આઈસ ક્યુબ્સ મુકી ઉપરથી જ્યુસ રેડો અને મિક્સ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-types-of-mixed-vegetables-juice-recipe-4973769-PHO.html?seq=2

Related Listings

સામગ્રી ત્રણ કપ ફુલ ક્રિમ મિલ્ક પોણોથી અડધો કપ દળેલી ખાંડ (ટેસ્ટ મુજબ) બદામની કતરણ એક નારંગી છાલ ઉતારેલી એક ચમચી કેસર રીત એક પેનમાં દુધને ઉકળવા… Read more…

Add a Review

Rate this by clicking a star below: