Surananam Dahinvadam | સૂરણનાં દહીંવડાં

Visited 452 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-સવા કિલો સૂરણ
-600 ગ્રામ ખજૂર
-10 નંગ આંબોળિયા
-1 કિ.ગ્રા. દહીં
-8 નંગ મરી
-1 ઝૂડી કોથમીર
-1 ચમચી શેકેલા જીરાનો ભૂકો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-લાલ મરચું સ્વાદાનુસાર
-ગોળ

રીત-

સૌપ્રથમ સૂરણની છાલ ઉતારી લેવી. ત્યાર બાદ એક વાસણમાં પાણી લઇને સૂરણને ધોઇ નાખવું. હવે કૂકરમાં સૂરણને બાફવા મૂકવું. સૂરણ બરાબર બફાઇ જાય એટલે તેનો છૂંદો કરીને તેમાં મીઠું, આદું-મરચાં, લાલ મરચું, આખા મરીના દાણા નાખીને પૂરણ તૈયાર કરવું. પછી એક કડાઇમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે તેમાં વડા બદામી એવા તળી લેવા. પછી દહીંને વલોવી લેવું પછી ખજૂરી, આંબોળિયામાં મીઠું, મરચું જીરું, ગોળ નાંખીને મિક્સરમાં ચટણી તૈયાર કરવી. એક ડિશમાં વડા ગોઠવી તેની ઉપર દહીં નાંખવું અને એની ઉપર ગળી ચટણી મીઠું જીરાનો ભૂકો, મરચાંનો ભૂકો, સમારેલી કોથમીર અને સંચળનો ભૂકો છાંટીને પીરસવું.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-delicious-and-various-recipe-for-fasting-made-with-potato-and-yam-5040106-PHO.html?seq=10

Related Listings

સામગ્રી · બાફેલાં શાકઃ કોબીજ, ફણસી, · ગાજર, વટાણા-૨૫૦ ગ્રામ · સ્પગેટી-૨૦૦ ગ્રામ · દાળિયાનો ભૂકો-૨ ચમચી · નારિયેળ- ૨ ચમચી · તેલ-૪ ચમચી · ટામેટાં- ૨… Read more…

સામગ્રી અઢીસો ગ્રામ શિંગોડાનો લોટ એક મોટો ચમચો શિંગદાણાનો ભુક્કો અઢીસો ગ્રામ બાફેલા બટેટા સિંધાલૂણ સ્વાદ મુજબ એક ચમચી મરી પાઉડર અડધી ચમચી આમચૂર એક ચમચી સમારેલા… Read more…

Add a Review

Rate this by clicking a star below: