ઘરમાં જ રહેલી આ 7 વસ્તુઓને કારણે થઈ શકે છે કેન્સર, તેનાથી દૂર રહેજો.

Visited 426 times, 1 Visits today

View Location in Map

આપણી આસપાસ ઘણા એવા કેમિકલ અને તત્વો રહેલાં હોય છે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઇ શકે છે. આ કેમિકલમાંથી ઘણાં કેમિકલ્સ એવા હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે અને શું તમે જાણો છો કે કેન્સરનું જોખમ વધારનાર કેમિકલ્સ રોજ ઘરમાં ઉપયોગ લેવામાં આવતી વસ્તુઓમાં પણ મળી આવે છે. જોકે ઘરની દરેક વસ્તુઓની પરખ કરવી કે તે આપણને નુકસાન તો નથી પહોંચાડી રહી ને એ ધ્યાન રાખવું બહુ મુશ્કેલ છે. પરંતુ જે વસ્તુઓ વિશે આપણને જાણ છે કે, આ વસ્તુઓના ઘરમાં વધારે ઉપયોગ કરવાથી કેન્સરનું જોખમ વધી રહ્યું છે તો આપણે તેનાથી દૂર રહેવાની કોશિશ કરવી જોઇએ. જેથી આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ આ વસ્તુઓનો વધુ ઉપયોગ કેન્સરને નોતરે છે તો તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

કેન્ડલઃ-
સાઉથ કેરોલાઇના સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ મીણબત્તીમાંથી નીકળતા ઘૂમાડાનું પરિક્ષણ કર્યું હતું. તેમણે પોતાના આ પરિક્ષણમાં જાણ્યું કે, મીણબત્તીઓમાંથી નીકળતા આ હાનિકારક ધૂમાડાનો સંબંધ ફેફસાના કેન્સર સાથે જોડાયેલ છે. જોકે, નિષ્ણાંતોએ એ પણ જાણ્યું કે, મીણબત્તીથી નીકળતા ધૂમાડાથી સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થવામાં ઘણા વર્ષો લાગી જાય છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે, જે લોકો પેરાફીન (એક જાતનું કેમિકલ)વાળી મીણબત્તીઓનો વધારે ઉપયોગ કરે છે તે હમેશાં કેન્સરના જોખમમાં જ રહે છે.
પ્લાસ્ટિકનીબોટલઃ
હવાઈના કેન્સર હોસ્પિટલના નિષ્ણાંતો મુજબ, પ્લાસ્ટિકની બોટલનું પાણી કેન્સરનું કારણ બની શકે છે. પ્લાસ્ટિકની બોટલ જ્યારે તડકા અથવા વધારે તાપમાનના કારણથી ગરમ થાય છે તો પ્લાસ્ટિકમાં રહેલ નુકસાનકારક કેમિકલ ડાઇઓક્સિનની પ્રક્રિયા શરૂ થાય છે. આ ડાઈઓક્સિજન પાણીમાં ભળીને આપણાં શરીરમાં પહોંચે છે. ડાઇઓક્સિન આપણાં શરીરમાં રહેલ કોશિકાઓ પર ખરાબ અસર કરે છે. જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.
ટેલકમપાઉડરઃ
કેન્સર પ્રિવેન્શન કોએલિશનનું એવું માનવું છે કે, આ પ્રકારના સૌંદર્ય પ્રસાધનના ઉપયોગથી ગર્ભાશયના કેન્સરનો ખતરો વધે છે. દર 5માંથી 1 મહિલા આવી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પાઉડર મહિલાઓના પ્રજનન તંત્ર દ્વારા ગર્ભાશય સુધી પહોંચે છે. અમેરિકન કેન્સર સોસાયટી મુજબ જે મહિલાઓ ગર્ભાશય કઢાવી દે છે તેવી મહિલાઓને પાઉડરના ઉપયોગથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. જનનાંગોમાં પાઉડર ઉપયોગ કરનારી મહિલાઓમાં ગર્ભાશય કેન્સર સામાન્ય મહિલાઓની અપેક્ષા કરતા વધારે હોય છે.
ટિનનાડબ્બામાંબંધભોજનઃ
ટિના ડબ્બામાં બંધ ખાન-પાનની વસ્તુઓ એટલે કે, કેન ફૂડ આજકાલ ઘણું પ્રચલિત છે. ઘણાં ઘરોમાં તેને લાવીને તેનું સેવન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે, કેન ફૂડ કેન્સરનું કારણ પણ બની શકે છે? જોકે, કેનની અંદરની પરતમાં બીપીએ નામનું એક કેમિકલ મળી આવે છે. ઘણા અભ્યાસોમાં એવું સામે આવ્યું છે કે, આ કેમિકલ શરીર માટે ઘણું નુકસાનદાયક છે.
ફળઅનેશાકભાજીઃ
આ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આપણે બજારમાંથી જે ફળ અને શાકભાજીને તાજી સમજીને ઘરે લાવીએ છીએ, તે શાકભાજીને તાજી બનાવી રાખવા માટે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર ફળ અને શાકભાજી ધોવાથી પણ કેમિકલ સાફ થતા નથી. આ કેમિકલ કેન્સરનું કારણ પણ બની શકે છે. જેનાથી બચવા માટે તમે ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
નોનસ્ટિકના વાસણઃ
જો તમે નોનસ્ટિક વાસણમાં ભોજન પકાવો છો તો સાવધાન થઇ જાવ. એક શોધમાં જાણવા મળ્યું કે, નોનસ્ટિક વાસણોમાં ભોજન પકાવવાથી કેન્સરને વધારનાર તત્વ કારસીનોજેન આપણાં શરીરમાં પહોંચે છે. હાલમાં જ, થયેલા એક શોધમાં જાણવા મળ્યું કે, આ વાસણોમાં ઉપયોગમાં લેવામાં આવતું પરફ્લુ-ઓરિનેટેડ કમ્પાઉન્ડને કારણે (પીએફસી) આ તત્વ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે કેન્સરના જોખનને વધારે છે. કારસીનેજેન કેન્સરની સંભાવનાને વધારી દે છે.
પેરાબેન્સ યુક્ત કોસ્મેટિક્સઃ
મેકઅપ ઉત્પાદો, મોશ્ચરાઇઝર્સ અથવા હેયર કેયર ઉત્પાદ ખરીદતી વખતે ચોક્કસ વાંચી લેવું કે, તેમાં પેરાબેન્સ છે કે નહીં. ઘણી શોધમાં તેના ઉપયોગથી બ્રેસ્ટ કેન્સર જેવા રોગોની આશંકા જણાવવામાં આવી છે. બજારમાં એવા ઘણા કોસ્મેટિક્સ મળી આવે છે જે પેરાબેન્સ ફ્રી હોય છે, તમારે તેવા કોસ્મેટિક્સની જ પસંદગી કરવી.

Related Listings

આજકાલની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોને કારણે વ્યક્તિના શરીરમાં કઈ સમસ્યા ક્યારે પ્રવેશી જાય ખબર જ નથી પડતી, એમાં સૌથી વધારે સતાવતી સમસ્યા છે થાક. Read more…

Add a Review

Rate this by clicking a star below: