Undhiyu | ઉંધિયુ

Visited 443 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
100 ગ્રામ સુરતી પાપડી આખી
100 ગ્રામ કાચા કેળાના ટુકડા
100 ગ્રામ શક્કરિયા છાલ ઉતારેલા
100 ગ્રામ રતાળુના ટુકડા
100 ગ્રામ રિંગણ બે ભાગમાં સમારેલા
4-5 લીલા મરચા
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1/2 ટીસ્પૂન લસણ પીસેલુ
1 ટેબલસ્પૂન લીલા ધાણા ઝીણા સમારેલા
1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
4 ટેબલસ્પૂન તેલ
1/4 ટીસ્પૂન હીંગ
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન અજમો
મીઠું સ્વાદ અનુસાર
1/2 ટેબલસ્પૂન ખાંડ
લીંબુનો રસ
મુઠિયા માટે
100 ગ્રામ મેથીના પાન ઝીણા સમારેલા
1/2 કપ ચણાનો લોટ
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટેબલસ્પૂન લીલુ નાળિયેર
મીઠું સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન તેલ

રીત
મુઠિયા માટેની બધી જ સામગ્રીને મિક્સ કરીને તેમાંથી કણક બાંધો. તેમાંથી નાના મુઠિયા વાળો. 1/4 કપ જેટલુ તેલ ગરમ કરો અને તેમાં મુઠિયાને 2 મિનીટ જેટલી
વાર સુધી તળીને બાજુમાં રાખી દો.
ઉંધિયા માટે લીલા મરચા, આદુ, લસણ અને લીલા ધાણાની પેસ્ટ બનાવો. શક્કરિયા, રતાળુ અને રિંગણને આ પેસ્ટમાં રગળીને 30 મિનીટ સુધી મેરિનેટ થવા માટે
રહેવા દો. 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં મેરિનેટ કરેલા બધા શાકભાજી ઉમેરીને બરાબર હલાવો. ઢાંકીને 4-5 મિનીટ સુધી પાકવા દો. હવે તેમાં પાપડી,
હળદર, ઘઉંનો લોટ, અજમો અને મીઠું ઉમેરો. ફરીથી ઢાંકીને ધીમી આંચ પર બધા શાકભાજી ચઢી ન જાય ત્યા સુધી પાકવા દો. લીલા ધાણા, લીંબુનો રસ અને જરૂર
પડે તો થોડુ પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં તળેલા મેથીના મુઠિયા ઉમેરો અને ઢાંકીને રાખો અને લગભગ 8-10
મિનીટ સુધી પાકવા દો. જ્યા સુધી શાકભાજીમાં મસાલો અને સ્વાદ બેસી ન જાય અને તે ચઢી ન જાય ત્યા સુધી તેને પકાવો. જો ઈચ્છો તો તેના પર થોડી સેવ
ભભરાવો અને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરો. તૈયાર છે સુરતી ઉંધિયુ.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-different-gujarati-recipe-on-gujarat-day-4980294-PHO.html?seq=10

Related Listings

સામગ્રી કોફતા માટે 250 ગ્રામ પનીર 2 બાફેલા બટેટા 6-7 કાજુ 10-15 કિસમીસ મીઠુ સ્વાદ મુજબ 2-3 ચમચા આરારોટ તેલ ગ્રેવી બનાવવા માટે 2 ડુંગળી 4 કળી… Read more…

Add a Review

Rate this by clicking a star below: