Using the 11 jadibuttino will be long hair quickly, become plump.આ 11 જડીબૂટ્ટીનો ઉપયોગ કરવાથી ઝડપથી લાંબા થશે વાળ, બનશે ભરાવદાર .

Visited 315 times, 1 Visits today

View Location in Map

આજના સમયમાં કઈ એવી યુવતી કે સ્ત્રી હશે જેને લાંબા, ઘાટ્ટા અને સુંવાળા વાળ નહીં જોઈતા હોય? વાળ એક સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે અને આજકાલ તો લાંબા અને ખુલ્લા વાળ રાખવાની ફેશન ચાલી રહી છે. કોઈપણ યુવતી કે મોટી ઉંમરની સ્ત્રી પણ કેમ ન હોય તેમને વાળ ખુલ્લા જ રાખવા ગમે છે. પરંતુ એવું ત્યારે જ શક્ય બની શકે જ્યારે તમારા વાળ લાંબા અને સ્વસ્થ હોય. લાંબા અને ઘાટ્ટા વાળ અને વિવિધ હેયર સ્ટાઈલ સ્ત્રીના વ્યક્તિત્વમાં નિખાર લાવે છે.

પણ આજની ફાસ્ટ અને ખરાબ જીવનશૈલીને કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી અળગી રહી નથી. અત્યારે 10માંથી 8 સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈ લગભગ 1.25 સેમી. વધે છે. પરંતુ જો તમારા વાળ ન વધી રહ્યા હોય કે વાળની કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી રહ્યા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે અને વાળ માટે વરદાન સમાન પણ છે. તો ચાલો આજે જાણી લો.

 

ઈંડા
ઈંડામાં રહેલાં પોષક તત્વો શરીર માટે જ નહીં પરંતુ વાળ માટે પણ બહુ લાભકારક હોય છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, સેલેનિયમ, ફોસ્ફોરસ, ઝિંક, આયરન, સલ્ફર અને આયોડીન હોય છે જે વાળને ખરતાં અટકાવે છે. આ પોષક તત્વો વાળને લાંબા કરવામાં પણ બહુ જ મદદ કરે છે. ઈંડાની સફેદીમાં થોડુક જેતૂનનું તેલ અને મધને સરખી રીતે મિક્ષ કરીને તેની પેસ્ટ વાળમાં લગાવીને એક કલાક બાદ વાળને સરખી રીતે શેમ્પૂથી ધોઈ લેવા. આવું કરવાથી વાળને લાંબા થવા માટે જે પોષણની જરૂર હોય છે તે મળે છે. જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ  કરે છે.
બટાકાનો રસ
બટાકાથી બનતી વાનગીઓ અને બટાકાનું શાક નાના-મોટા સૌનું ફેવરેટ હોય છે. મોટાભાગના લોકોને બટાકા ભાવતા જ હોય છે પરંતુ શું તમે જાણો છો કે બટાકા વાળને ઝડપથી વધવામાં પણ મદદ કરે છે. પરંતુ આના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ ખાસ પ્રયોગ માટે સૌથી પહેલાં બટાકાનો રસ કાઢીને તેને સ્કેલ્પમાં સરખી રીતે લગાવવું, પછી 15 મિનિટ બાદ વાળ ધોઈ લેવા. બટાકામાં વાળને પોષક મળે તેવા વિટામિન હોય છે જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
આમળા
આમળા એક સર્વશ્રેષ્ઠ ફળ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં અનેક ઔષધીઓમાં કરવામાં આવે છે. આમ તો આમળાનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. વાળ માટે આમળાનું સેવન પણ કરી શકાય અને તેને વાળમાં પણ લગાવી શકાય છે. આમળામાં કેરોટિનાયડ જેવા પોષક તત્વો હોય છે જે વાળને વધારવામાં મદદ કરે છે. જો તમને વાળ સફેદ થવાની સમસ્યા હોય તો વાળમાં આમળા અને અરીઠાનું પાઉડર લગાવવાથી બહુ ફાયદો થશે. આમળાનું જ્યૂસ સપ્તાહમાં એકવાર પીવાથી વાળ ઝડપથી વધવા લાગે છે અને વાળ સ્વસ્થ બને છે.
જાસૂદનું ફુલ
જાસૂદના ફુલને વાળ માટે વરદાન માનવામાં આવે છે. જાસૂદના ફુલમાં આયરન, ફોસ્ફોરસ, કેલ્શિયમ, રાઈબોફ્લોબિન, થિયામિન, નિયાસિન અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જાસૂદના તાજા ફુલના રસમાં જેતૂનનું તેલ મિક્ષ કરીને ઉકાળવું જ્યારે પાણી એકદમ સૂકાઈ જાય ત્યારે તેને બોટલમાં ભરી લેવું. દરરોજ સ્નાન કરતાં પહેલાં વાળના મૂળમાં  સરખી રીતે લગાવવું. આવું નિયમિત કરવાથી વાળ લાંબા અને શાઈની બને છે.
મસાજ
વાળમાં તેલથી મસાજ કરવું એ વાળને લાંબા કરવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઉપાય છે. મસાજ કરતાં પહેલાં તેલને થોડુ ગરમ કરી લેવું. મસાજ કરવાથી માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધે છે. જેનાથી વાળને પોષણ મળે છે. તેની સાથે વાળ મજબૂત અને ઘાટ્ટા બને છે. મસાજ માટે સરસિયું અને નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. સરસિયનું તેલ નવશેકું ગરમ કરીને સ્નાન કરતાં પહેલાં માથામાં માલિશ કરવી અને અડધા કલાક સુધી તેલ લાગેલું રહેવા દેવું ત્યારબાદ વાળ ધોઈ લેવા. સપ્તાહમાં એકવાર ઓઈલ મસાજ અવશ્ય કરવું.
કાકડી
કાકડી સ્વાસ્થ્ય માટે તો અત્યંત ગુણકારી હોય જ છે પરંતુ સાથે જ તે વાળને પણ સ્વસ્થ રાખે છે. કાકડીમાં સિલિકન અને સલ્ફરની માત્રા વધારે હોય છે આ કારણે તેના ઉપયોગથી વાળ બહુ જ જલ્દી વધે છે. તેના પ્રયોગ માટે સૌથી પહેલાં કાકડીનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસથી વાળ ધોવા. આ સિવાય તમે કાકડીમાં ગાજર અને પાલકના રસને મિક્ષ કરીને તૈયાર કરેલો રસ નિયમિત પીવાથી પણ વાળને પોષણ મળે છે અને વાળ ઘાટ્ટા અને સ્વસ્થ થાય છે.

Related Listings

* દારૂ વધારે પડતો પી લીધો હોય તો દૂધ કે પાણીમાં 5 ગ્રામ ફતકળી ઘોળીને પીવડાવી દો કે પછી સફરજનનો રસ કાઢીને પીવડાવવાથી નશો ઉતરી જશે. Read more…

ઉનાડાની શરૂઆત થતાં જ મચ્છર પણ પરેશાન કરવા લાગે છે. આ પ્રાકૃતિક ઉપચાર અજમાવી તમે મચ્છરોથી બચી શકો છો. આવો જાણીએ મચ્છર ભગાડવાના દેશી તરીકા વિશે….. Read more…

Add a Review

Rate this by clicking a star below: