નબળા મગજની શક્તિ ઝડપથી વધારવી છે

Visited 597 times, 1 Visits today

View Location in Map

માત્ર શરીર સ્વસ્થ હોવાથી તમે તંદુરસ્ત છો એવું નથી, તેની સાથે તમારું મગજ પણ સ્વસ્થ હોવું બહુ જ જરૂરી છે. જી હાં માનસિક ફિટનેસ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. આપણું મગજ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. મગજના સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષણ બહુ આવશ્યક હોય છે. જો તમારા શરીરને પૂરતાં પ્રમાણમાં પોષણ ન મળે તો કેટલીક માનસિક બીમારીઓ ધીરે-ધીરે વધતી જાય છે. જેથી કેટલાક પ્રકારના ખોરાક મગજને દુરસ્ત રાખી મગજ સંબંધી સમસ્યાઓ દૂર કરે છે. જો તમે આવા ખાસ ખોરાકને તમારા ડાયટમાં સામેલ કરશો તો તમે માનસિક ફિટનેસ લાંબા સમય સુધી જાળવી શકશો, સાથે જ તમારા મગજની કાર્ય કરવાની શક્તિમાં પણ વધારો થશે.

ઈંડા

ઈંડામાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. આ સિવાય ઈંડા કોલીનનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આનાથી આપણી યાદશક્તિ મજબૂત બનાવવામાં મદદ મળે છે. કેટલાક સંશોધનકર્તાઓ મુજબ ઈંડા કે અન્ય પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો ખાવાથી મગજ સતેજ બને છે અને મગજની કાર્યક્ષમતા વધે છે. જેથી જો તમે સવારે એક બાફેલું ઈંડુ ખાશો તો તમે બહુ જ ફાયદો થશે, આનાથી તમને લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે અને તમારું વજન પણ કાબૂમાં રહેશે.

ઓટ્સ

ઓટ્સ એક ગુણાકરી ખોરાક છે. મોટાભાગના ડોક્ટર પણ ઓટ્સ ખાવાની સલાહ આપે છે. ઓટ્સ માનસિક સ્વાસ્થ્યના વિકાસ માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઓટ્સમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. શરીરની ચયાપચયની ક્રિયાને ઓટ્સને પચાવવામાં વધારે સમય લાગે છે, આનાથી શરીરને લાંબા સમય સુધી ઊર્જા અને ગ્લૂકોઝ પૂર્તિ થતી રહે છે. ગ્લૂકોઝ મગજની ઊર્જા માટે પ્રાથમિક સ્ત્રોત છે એટલે કે ઓટ્સનું સેવન લાંબા સમય સુધી મગજને ઊર્જા પ્રદાન કરે છે. ઓટ્સનું સેવન દરેક ઉંમરના લોકો કરી શકે છે.

અખરોટ

અખરોટ પણ માનસિક સ્વાસ્થ્ય માટે બહુ લાભકારી માનવામાં આવે છે. અખરોટનું સેવન મગજને સતેજ અને કાર્યશીલ બનાવવામાં મદદ કરે છે. અખરોટમાં કેટલાક વિશેષ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે મગજની શક્તિ વધારવામાં મદદ કરે છે. સવારના નાસ્તામાં અખરોટનું સેવન બહુ ફાયદાકારક માનવામાં આવે છે.

પત્તેદાર શાકભાજીઓ

લીલા શાકભાજી માનસિક સ્વાસ્થ્યની સાથે સંપૂર્ણ શરીર માટે બહુ સારી માનવામાં આવે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધનકર્તાઓ મુજબ જે સ્ત્રીઓ લીલીપાનવાળી શાકભાજીઓ જેમ કે પાલક, કોબીજ વગેરે ખાય છે તેમનું મગજ વધુ સારી રીતે કાર્ય કરે છે.

Related Listings

બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે લેવાથી અનેક ફાયદા થાય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: