What have yellow teeth polished in this way will speed up, avoid the things. કેવા પણ પીળા દાંત હોય આ રીતે ઝડપથી થશે ચકચકિત, બચો આ વસ્તુઓથી .

Visited 505 times, 3 Visits today

View Location in Map

તમારા દાંત માત્ર હસવા કે ભોજન ચાવવામાં જ મદદ કરે છે તેવું નથી પણ તે તમારા લૂકને પણ ચેન્જ કરી શકે છે. દાંતની પીળાશ કોઈની પણ સુંદરતાને ગ્રહણ લગાડી શકે છે. સારા અને સફેદ દાંત વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. તો દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર નથી લાગતો. ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિપ્સટિક લગાવે છે અને તેના દાંત પીળા હોય તો ચેહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. જો તમે પણ પોતાના દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોવ તો અહીં જણાવેલા સરળ અને અસરકારક ઉપાય અજમાવો.

સરસિયાનું તેલ અને મીઠું.-
સરસિયાના તેમાં થોડું મીઠું મેળવીને પેસ્ટ બનાવી લો અને દાંત અને પેઢા ઉપર મસાજ કરો. દાંત સફેદ થવા લાગશે અને પેઢા મજબૂત બનશે. આ નુસખો અપનાવવાથી લોહી આવવાની સમસ્યા પણ બંધ થઈ જાય છે.
તલના બીજઃ-
તલના બીજ પેઢાને મજબૂત બનાવે છે અને બ્લીડીંગ ગમની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદો થાય છે. તેમાં કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે. સનફ્લાવર સીડ્સ પ્રોટીન અને ફાયબરની સાથે વિટામિન ઈ, મિનરલ્સ અને મેગ્નેશિયમ વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. સનફ્લાવર કે સૂરજમુખી અને સીસમના બીજને ચાવવાથી દાંતને અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
રોજ આટલુ કરોઃ-
-રોજ બે વાર બ્રશ કરો. બ્રશ કર્યા પછી લીંબુના રસમાં થોડું પાણી મેળવીને દાંત ઉપર મસાજ કરો.
-સૂકાયેલ લીંબુની છાલને પીસીને પાવડર બનાવી લો. તેને દિવસમાં એકવાર દાંત ઉપર ઘસવામાં ઉપયોગ કરો. દાંત ચમકવા લાગશે.
-લીંબુના રસ અને બેકિંગ સોડા એકીસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેનાથી દાંત ઉપર બ્રશ કરો. દાંતની પીળાશ દૂર થઈ જશે.
-એક ચમચી લીંબુના રસને લઈને તેમાં અડધી ચમચી મીઠું મેળવો અને તેનાથી દાંતનું માલિશ કરો. દાંત એકદમ સાફ થઈ જશે.
શાકભાજીઃ-
જે શાકભાજીમાં વિટામિન એ વધુ જોવા મળે છે, તે દાંત માટે ખૂબ જ લાભદાયક હોય છે. ઉદાહરણ માટે બ્રોકલી, કોળુ અને ગાજર વધુ ખાવાથી દાંત અને પેઢાની કુદરતી સફાઈ અને મસાજ થાય છે. આ શાકભાજી દાંતને સફેદ અને ચમકદાર બનાવી રાખે છે.
ફળ ખાઓઃ-
ક્યારેક-ક્યારેક ઊતાવળમાં સારી રીતે બ્રશ ન કર્યું હોય ત્યારે દાંત ઉપર પીળા ધબ્બા બની શકે છે. એ વખતે જો તમે દાંતને એકદમ સફેદ બનાવવા માગતા હોવ તો રેશાદાર ફળોનું સેવન કરો. રેશાદાર ફળોનું સેવન કરવાથી દાંત સફેદ થાય છે અને દાંતમાં ફસાયેલ અન્નના કણ બહાર નિકળી જાય છે. જેમ કે સફરજન.
આનુવંશિક કારણોઃ-
ઘણીવાર આનુવંશિક કારણોથી પણ દાંત પીળા પીળા થાય છે. જો કોઈ વ્યક્તિના દાંત આનુવંશિક રીતે પીળા હોય તો તેને સફેદ કરવા માટે કોઈપણ પ્રકારના ઘરેલુ નુસખા કારગર સાબિત થતા નથી. તેના માટે ટ્રીટમેન્ટ કરાવવી પડે છે.
આ વસ્તુઓથી દૂર રહોઃ-
ચા, કોફી અને માઉથ વોશ, ત્રણેય ઘણીવાર દાંતમાં પીળાશનું કારણ હોય છે. આ પીળાશને દૂર કરવા માટે જરૂરી છે કે વધુ માઉથ વોશનો ઉપયોગ ન કરો. વધુ ચા કે કોફીનું પણ સેવન ન કરો.
સ્ટ્રોનો યૂઝ કરોઃ-
જ્યારે પણ કોઈ રંગવાળી ડ્રિન્ક્સ જ્યૂસ કે કોઈ અન્ય કોલ્ડ ડ્રિન્ક્સ પીઓ તો સ્ટ્રોનો ઉપયોગ કરો. સ્ટ્રોનો ઉપયોગ કરી કોલ્ડ ડ્રિન્ક્સ  પીવાથી દાંત ઉપર પીળા ધબ્બા નથી પડતા અને ડ્રિન્ક્સમાં રહેલા કલર પણ દાંત ઉપર અસર નથી કરતા.
બ્રશ બદલવાનું ધ્યાન રાખોઃ-
ખૂબ જ લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પણ દાંતને નુકસાન પહોંચે છે. દાંતના ઈનેમલને સ્વસ્થ બનાવી રાખવા અને મોઢાના ઓરલ ઈન્ફેક્શનથી બચાવવા માટે દર મહિને બે વાર પોતાનું બ્રશ ચેન્જ કરો.

Related Listings

કબજીયાત: દરરોજ 50 ગ્રામ કાચા ટામેટાને ખાવાથી કબજીયાત દૂર થાય છે. પાકેલા ટામેટાનો અડધો કપ સુપ દરરોજ પીવાથી જુની કબજીયાત દૂર થશે. Read more…

Add a Review

Rate this by clicking a star below: